ભારતના સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, IIFA એવોર્ડ્સ 2025 જયપુરમાં યોજાયો હતો. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને શાહરુખ ખાનના હાથે ફિલ્મ "શૈતાન" માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
9 માર્ચના રોજ આઈફા વિજેતાઓની જાહેરાત કરવામાં આવી, જેમાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ મળ્યા. કાર્તિક આર્યનને "ભુલ ભુલૈયા 3" માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો, જ્યારે "લાપતા લેડીઝ" એ 9 એવોર્ડ જીત્યા.
જાનકી બોડીવાલાની સફર: જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995, અમદાવાદમાં થયો. તેમણે "છેલ્લો દિવસ" (2015), "નાડી દોષ" (2022), અને "વશ" (2023) જેવી હિટ ગુજરાતી ફિલ્મો આપી.
"વશ" ની હિન્દી રિમેક "શૈતાન" માં જાનકી, અજય દેવગણ, જ્યોતિકા અને આર. માધવન સાથે જોવા મળી.
IIFA 2025 હાઇલાઇટ્સ:
શાહરુખ ખાન, માધુરી દિક્ષિત, કરીના કપૂર, શાહિદ કપૂર સહિત સ્ટાર્સે પરફોર્મ કર્યું.
કાર્તિક આર્યન અને કરણ જૌહરે ઈવેન્ટ હોસ્ટ કરી.
"લાપતા લેડીઝ" એ 10+ એવોર્ડ, અને "કિલ" એ 4 એવોર્ડ જીત્યા.
જાનકીના ચાહકોએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરેલા વિડિયોને ધૂમ મચાવી, અને IIFA એવોર્ડ જીતવા બદલ શુભકામનાઓ આપી.